કંટેન્ટ પર જાઓ

Wikipedia માં સતપંથ અને તેની અખંડ જયોતનો અર્થ

ફેબ્રુવારી 10, 2011

નમસ્તે મિત્રો,

પીરાણાંની મુલાકાત લેનાર અને તે વિશે જાણકાર લોકોએ તેની અખંડ જયોત વિશે સાંભળ્યું હશે. હવે, આ જયોતનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે તે જાણવા જેવું છે. આ જ્યોત દ્વારા હિંદુ લોકો સાથે કેવી છેતરપીંડી કરવામાં આવી છે તેનો એક ચોખ્ખો નમુનો જોઇ શકાય છે.

આ પોસ્ટમાં આપને દુનીયાના સૌથી વિશ્વસનીય Internet encyclopedia – Wikipedia દ્વારા સતપંથ અને પીરાણા તથા તેની અખંડ જયોત વિશેની માહિતિ જાણવા મળશે. Wikipedia દ્વારા સતપંથ અને તેના અસ્તિત્વ અંગેની વાસ્તવિકતા પણ સુપેરે જણાવવામાં આવી છે.

આપની માહિતિ માટે નોંધ લેશો કે આ અખંડ જયોત ઇમામશાહ દ્વારા પ્રગટાવવામાં આવી છે અને આ જયોતને હિંદુઓના પ્રતિક સમાન બતાવવામાં આવે છે, પરંતુ આ જયોતની વાસ્તવિકતા કંઇક અલગ છે. આ જયોતનું સાચુ નામ “નુર” છે અને આ “નુરાની દીદાર” માટે “સચ્ચા ઇમામ”નું દર્શન કરવું જરુરી છે. આમ અહી “નુર”ને હિંદુ જયોત સાથે સરખાવીને હિંદુ લોકોને ગુમરાહ કરવામાં આવ્યા હોવાનુ જણાઇ આવે છે.

આ ઉપરાંત Wikipedia માં સતપંથ નો અર્થ અને તેની અખંડ જયોત વિશે વધુ માહિતિ અહી નીચે જોઇ શકો છો..

( જો આપ નીચેના દસ્તાવેજ જોઇ ન શકતા હોવ તો અહી કલિક કરો

Wikipedia, Satpanth & Pirana’s Akhand Jyot )

[ See from Page No.2 for wikipedia document ]

આભાર.

ટિપ્પણી આપો

Leave a comment