Skip to content

મારા વિશે કંઇક

આમ તો કોઇ સ્થાપિત લેખક તો નથી પણ જ્ઞાન અને માહિતિ વહેંચવાથી બેવડાય છે અને તે જ હેતુ થી અહિ આવ્યો છું. મારુ કાર્ય કંઇક એવું છે કે હાલ તો મારુ સાચુ નામ-ઠામ આપવામાં ભુતકાળના અનુભવો નડે છે. વાંચન મારો મુખ્ય શોખ રહ્યો છે અને ધર્મ વ્યવસ્થા તથા વિજ્ઞાન મારો મુખ્ય વાંચન વિષય રહ્યો છે.

હું કોઇ કટ્ટર ધાર્મિક માણસ નથી અને કોઇ વ્યક્તિ કે તેની માન્યતા કે ધર્મ કે સંપ્રદાયને નીચો દેખાડવાનો મારો કોઇ જ આશય નથી. આ લખનાર દરેક ધર્મ-સંપ્રદાયને સમાન માન અને આદરની દ્રષ્ટિએ મુલવતા જાણે છે. જે સમજાય છે તેને છોડીને ન સમજાય તે તરફ મારા તર્ક અને જ્ઞાન ને કામે લગાડું છું. એક વિષય ઉપર બને તેટલી ગંભીરતા અને માહિતિ એક્ઠી કરીને મારો મત મુકવાનો આ મારો પ્રયત્ન છે કદાચ આપનો મત અલગ પણ હોઇ શકે.

કોઇ જગ્યાએ રહેલી વિસંગતતાને મારી નજરે મુલવીને આપની સમક્ષ મુકવાનુ કામ છે. જે કંઇ લખુ છુ તે બની શકે તેટલી સારી ભાષામાં અને સુઝબુઝ થી લખવાનો પ્રયત્ન છે. છતાં આપ ને જરુર જણાય ત્યાં આપના યોગ્ય સુચનો પણ આવકાર્ય છે.

જ્ઞાતિથી પાટીદાર અને ધર્મે હિંદુ છું. હું સંપ્રદાય કે ટોળા-પ્રથાની વ્યવસ્થાનો વિરોધી છું. મને કોઇ એક ભગવાન કે મુર્તિ કરતાં તેનું અતાર્કિક રુપ વધુ ગમે છે તેથી જ આ પ્રકૃતિ અને તેની સમગ્ર ક્રિયાઓ મારા માટે ઇશ્વરનુ રુપ છે. મારો ઇશ્વર મને કોઇ બંધન મા રહેવા નથી કહેતો. તે જ મારો પરમ હિતેચ્છું અને તે જ મારો પરમ મિત્ર છે.

મને વાંચશો તો વધુ જાણશો એ જ આશા સહ આપ નો આભાર.

એક વ્યક્તિ

ekvyakti@gmail.com

Advertisements
ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: