Skip to content

પીરાણા સતપંથના ધાર્મિક ગુરૂ એક મુસલમાન

ઓગસ્ટ 21, 2011

નમસ્તે મિત્રો,

જે પીરાણાં સતપંથ પોતાને જાહેરમાં સંપુર્ણ હિન્દુ વૈદિક આધાર પર ચાલી રહ્યો હોવાનું જણાવે છે તેની વાસ્તવિકતા ખુલ્લી પાડે તેવા ઘણાં પુરાવાઓ અહી પહેલા પણ રજુ કરવામાં આવ્યા છે. આજે અહી એક અન્ય પુરાવા સાથે તાજેતરમાં જ બનેલી એક જાહેર ઘટનાનો ઉલ્લેખ કરવા જઇ રહ્યો છું. આખી ઘટના વાંચી અને નિહાળીને આપ વાચકો જાતે જ નિર્ણય કરી શકો છો કે તેમાં સત્ય શું છે.

હમણા થોડા દિવસ પહેલાંજ, એટલે તા. ૦૧ જુલાઈ ૨૦૧૧ ના પીરાણા સતપંથના ધાર્મિક ગુરૂ/પીર શામ્સુદ્ધીન બાવા ખાકીનો દેહાંત થયો છે. તેમનું ફોટું નીચે પ્રમાણે છે. તેઓ સતપંથ સનાતન વૈદિક ધર્મના ગાદીના ૧૪માં વારસદાર (ગાદીપતિ) હતા.

તેમના મરણ પછી તેમના દીકરાઓએ બેસણાની જાહેર ખબર ગુજરાત સમાચારમાં છપાવી હતી, જે નીચે પ્રમાણે છે;

ઉપર જણાવેલ જાહેર ખબરમાં જાણવા લાયક મુખ્ય મુદ્દો છે… “સતપંથ સનાતન વૈદિક ધર્મના પીર શ્રી પીરઝાદા સૈય્યદ શમ્સુદ્દીન બાવા સાહેબ ખાકી” આનો અર્થ એમ છે કે “પીર શ્રી પીરઝાદા સૈય્યદ શમ્સુદ્દીન બાવા સાહેબ ખાકી” એ બીજા કોઈ નહિ પણ “સતપંથ સનાતન વૈદિક ધર્મ”ના પીર/ગુરૂ છે.

ત્યાર બાદ તારીખ – ૦૭ જુલાઈ ૨૦૧૧ ના “સતપંથ સનાતન વૈદિક ધર્મના અનુયાયીઓ” અને “નિષ્કલંકી નારાયણ ભગવાનના શ્રદ્ધાળુઓ” એ એક શ્રદ્ધાંજલી કચ્છ-મિત્રમાં છપાવી હતી. જે નીચે પ્રમાણે છે;

ઉપર બતાવેલ જાહેરખબરમાં તમે સાફ જોઈ શકો છો કે “સતપંથ સનાતન વૈદિક ધર્મના અનુયાયીઓ“ એ “તેમના પીર” ને હૃદયથી શ્રદ્ધાંજલી આપી છે. ઉપરની દરેક માહિતી સ્વયં સત્યને સાબિત કરી આપે છે. જે પંથના મુળ ગુરુ કે ગાદીપતિ કે વારસદાર એક મુસલમાન વ્યક્તિ હોય તેને વૈદિક હિન્દુ પરંપરા પર ચાલતો પંથ કયારેય ન કહી શકાય.

આનાથી મોટો પુરાવો પણ શું હોઇ શકે કે સતપંથના મુળ સ્થાપક એક ખોજા મુસ્લિમ હતા અને સત્પંથ એક ઇસ્લામિક વિચારધારા અને ઇસ્લામિક પીર દ્વારા ચલાવવામાં આવતો એક અર્ધ ઇસ્લામિક પંથ માત્ર છે. જેને કયારેય સંપુર્ણ હિન્દુ સંપ્રદાય તરીકે સ્વીકારી ન શકાય.

અંતે, સર્વ શક્તિમાન ઇશ્વર દેહાંત પામેલ આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સહ.

નમસ્તે.

Update – શ્રી ક.ક.પા. સતપંથ સનાતન સમાજનો વજુદ વગરનો રદિયો

Advertisements
ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s