Skip to content

શ્રી ક.ક.પા. સતપંથ સનાતન સમાજનો વજુદ વગરનો રદિયો

ઓગસ્ટ 21, 2011

નમસ્તે મિત્રો,

અગાઉ અહી મુકવામાં આવેલ માહિતી “પીરાણા સતપંથના ધાર્મિક ગુરૂ એક મુસલમાન” ના સંદર્ભમાં તા. ૦૯ જુલાઈ ૨૦૧૧ ના કચ્છ-મિત્ર ન્યુઝપેપરમાં ક.ક.પા. સતપંથ સનાતન સમાજે, તા. ૦૭ જુલાઈ ૨૦૧૧ના છપાવેલ શ્રધ્ધાંજલીનો જાહેર રદિયો  છપાવેલ છે. જે નીચે મુજબ છે;

ઉપર બતાવેલ “જાહેર રદિયો” દ્વારા જાહેર જનતા સમક્ષ એવો સંદેશો મોકલવાની કોશિશ કરવામાં આવી છે કે, જાણે “સતપંથ ધર્મ” અને “પીર શામ્સુદ્ધીન બાવા” નો કોઈ સંબંધ જ નથી !!!!

પણ ધ્યાનથી વાંચ્યા બાદ તેનું અધ્યયન કરીએ તો સમજાઈ આવશે કે ઉપર જણાવેલ “જાહેર રદિયો” તો ફક્ત લોકોની આંખમાં ધૂળ નાખવા સિવાય કંઈ નથી. લોકોને મુંજવવાના “તાકિયાના” પ્રયોગનો આ એક સરસ દાખલો છે. તેના કારણો આ પ્રમાણે છે :

(૧) શ્રી ક.ક.પા. સતપંથ સનાતન સમાજે તા. ૦૯-૦૭-૨૦૧૧ના કચ્છ મિત્રમાં જે રદિયો આપ્યો છે, તે રદિયો આપવાનો તેમને કોઈ મૂળભૂત અને નૈતિક અધિકાર જ નથી. આવો અધિકાર તો ફક્ત પીરાણા સતપંથ ધર્મની સર્વોચ્ચ અને એક માત્ર માતૃ સંસ્થાને જ છે. આ સંસ્થા જે કોર્ટના આદેશના પગલાં રૂપે સ્થપાયેલી છે અને તેનું નામ છે “ધી ઈમામ શાહ બાવા રોઝા સંસ્થાન કમીટી ટ્રસ્ટ” અને તેનું રેજીસ્ટરેશન નં છે “ઈ-૭૩૮”.

(૨) “શ્રી ક.ક.પા. સતપંથ સનાતન સમાજ” એક “સામાજિક સંસ્થા” છે. તેને સતપંથ ધર્મના ધાર્મિક બાબતમાં છણાવટ કરવાનો કોઈ અધિકાર નથી. પીરાણા સતપંથ ધર્મના ધાર્મિક બાબતે છણાવટ કરવાનો અધિકાર “ધી ઈમામ શાહ બાવા રોઝા સંસ્થાન કમીટી ટ્રસ્ટ” ને છે. આ ટ્રસ્ટમાં ૭ પાટીદાર ભાઈઓ છે અને ૩ સૈય્યદ ભાઈઓ છે. તેમજ ધર્મના મુખ્ય “કાકા”, હાલે શ્રી નાનકદાસ કાકા, ગુરુ કરસનદાસ કાકા અને તેમના ગુરુ સવજી ભગત (પીરઝાદા સાથે કરસન કાકા અને સવજી કાકાનો ફોટો નીચે જોઈ શકશો) ચેરમેન પદે હોય છે. આમ કુલ ૧૧ ટ્રસ્ટીઓ આ ટ્રસ્ટમાં છે. આ હકીકતથી ચોક્કસ થઈ જાય છે કે સૈયદ ભાઈઓ અને પાટીદાર ભાઈઓ વચ્ચે સતપંથ ધર્મ બાબતે વર્ષોથી સંબંધ છે અને એ સંબંધ પીર/ગુરુ અને મુરીદો/અનુયાયીઓ નો સંબંધ છે.

તેમના સંબંધ દર્શાવતું એક ફોટું પણ તમે નીચે જોઈ શકો છો, જેમાં સતપંથના કરસન કાકા અને તેમના ગુરૂ સવજીકાકા, પીર શમ્સુદ્દીન સાથે છે.

(પીર શામ્સુદ્ધીન વચ્ચે બેઠા છે.)

(૩) બીજી બાજુ સતપંથ સનાતન વૈદિક ધર્મના સેવકો ફક્ત ક.ક.પા. (કચ્છ કડવા પાટીદાર) જ્ઞાતિમાંજ છે એવું નથી. સતપંથ ધર્મને રબારી, લોહાણા (ખોજાઓ), બ્રાહ્મણો, ગુજ્જર, કોળી પટેલ, મુસ્લિમો, વગેરે ઘણી જ્ઞાતિના લોકો માને છે. ક.ક.પા. સતપંથ સમાજ તો ફક્ત કચ્છમાં રહેતાં કડવા પાટીદારોની એક નાની સામાજિક સંસ્થા છે. એ કંઈ દરેક સતપંથી ભાઈઓ વતીથી નિવેદન/રદિયો ન આપી શકે. આમ ક.ક.પા. સતપંથ સનાતન  સમાજે આપેલ રદિયાનું કોઈ વજુદ નથી / મતલબ નથી.

તો આવા સંજોગોમાં શ્રી ક.ક.પા. સતપંથ સનાતન સમાજ દ્વારા એવું નિવેદન કરવું કે “સતપંથ સનાતન વૈદિક ધર્મના અનુયાયીઓ” અને “નિષ્કલંકી નારયણ ભગવાનના શ્રધાળુઓ” ને “પીર શ્રી પીરઝાદા સૈય્યદ સમ્શુદ્દીન સાથે” “કોઈ પણ જાતના લેવા-દેવા નથી”, તેમજ જન્નત નશીન પીર માટે તેમના અનુયાયીઓના  દિલની કોમલ અને પાક ભાવનાને  “સખત શબ્દોમાં વખોડી કાઢે છે” એમ કહેવું એ પીરની અવમાનના છે, અનુયાયીઓની લાગણીને દુભાવાનો પ્રયત્ન છે અને સત્યથી વેગળું છે.

હવે, ઉપર જણાવેલ વસ્તુ હકીકત જાણ્યા બાદ ચોખ્ખું સમજાઈ આવે છે કે “પીરાણા સતપંથ” જેનું બીજું નામ “સતપંથ સનાતન વૈદિક ધર્મ” છે, તેના ધર્મ ગુરૂ એક મુસલમાન સૈય્યદ છે. હાલના ગાદીપતી (“સજ્જાદ નશીન”) ધર્મ ગુરૂ નું નામ “પીર શ્રી પીરઝાદા સૈય્યદ સલાઉદ્દીન શમશુદ્દીન બાવા ખાકી” છે.

આ બધી માહિતી અન્ય લોકોને ગુમરાહ થતા અટકાવવા તથા સાચી માહિતીથી વાકેફ કરવા માટે એકઠી કરવામાં આવી છે.

નમસ્તે.
Advertisements
ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s