Skip to content

એક નગ્ન વાસ્તવિકતા અને મારા કાર્યનો હેતુ

મે 20, 2011

મિત્રો, મારા આ કાર્યનો હેતુ હું અગાઉ જણાવી ચુકયો છું છતાંયે લોકો આ બધી મહેનત અને માથાકુટ કરવાનો હેતુ પુછી રહ્યા છે. કોઇ મિત્રોને લાગે છે કે હું કોઇ અંગત સ્વાર્થ ખાતર આ બધુ કરી રહ્યો છું તો તેમની માટે પીરાણા – સતપંથના વિરોધનો મુળ હેતુ વિસ્તારથી જણાવું છું.

હું જ્ઞાતિથી કચ્છ કડવા પાટીદાર સમાજનો વ્યક્તિ છું, આજથી લગભગ ૬૦૦ વર્ષ પહેલા અમારા વડીલો આ પંથમા જોડાયા હતા. વડીલોની વાતો અને તેઓના સાચવેલા પુરાવાઓના કારણે હું આ પંથ વિશેની ઘણી વાસ્તવિકતાઓ જાણું છું. ભોળા આસ્થાળુ લોકોને છેતરાતા અટકાવવાની માત્ર એક નૈતિક ફરજરુપે આ મહેનત કરું છું.

જે તે સમયે અભણ અને અંધશ્રધ્ધાળુ લોકોને ઇમામુદ્દીન દ્વારા જાદુઇ ખેલ બતાવીને, ફોસલાવીને કે અગમ્ય ડર બતાવીને પોતાના પંથમાં ભોળવ્યા હોવાની શંકા ઘણી મજબુત છે. ઇમામુદ્દીન ઉર્ફે ઇમામશાહે હિન્દુ ધર્મની સ્થાપના ને નામે લોકોને મુસ્લિમ પંથમાં ભેળવી દીધા છે જેનો ઇતિહાસ સાક્ષી છે. આ પંથ ભુતકાળ માં પીરાણાં પંથ અથવા કાકા પંથ તરીકે પણ ઓળખાતો હતો.

સમય જતાં આ જ પંથ ના કારણે ઉત્તરગુજરાત, અમદાવાદ, અડાલજની આસપાસ રહેતા અમારા પુર્વજોને કચ્છ જેવા સુકા અને પડતર પ્રદેશમાં સ્થળાંતરની ફરજ પડી હતી કેમ કે સ્થાનિક અન્ય પાટીદારો માટે તે સમયના સતપંથી લોકો સંપુર્ણ મુસ્લિમ બની ગયા હતા અને તેઓ આ મુમના લોકોને વટલાઇ ગયેલા માનતા. અરે નીચી જાતિના હિન્દુઓ પણ આ લોકોની ક્રિયાઓ જોઇને તેને મુસ્લિમ જ માનતા અને તેઓના ઘરનુ પાણી પણ ન પીતા.

તે સમયે સતપંથનો વહિવટ ઇમામુદ્દીન ઉર્ફે ઇમામશાહના વારસદારો એટલે કે સૈયદો કરતાં અને અમારી સમગ્ર જ્ઞાતિ ઉપર હુકમ ચલાવતા. દર વર્ષે દશોંધ ના નામે કમાણી કે ઉપજનો મોટો હિસ્સો આ સૈયદો અમારા પુર્વજો પાસેથી જબરદસ્તી પડાવતા. જો કોઇ તે આપવામાં આનાકાની કરે તો તેનો બહિસ્કાર કરાતો અને તેને નાત બહાર મુકવામાં આવતા. જ્ઞાતિના આવા ભુતકાળનુ પારાવાર દુઃખ છે.

દશોંધ પડાવવા રીતસરનો જુલમ કરવામાં આવતો તેના પણ પુરાવાઓ છે, સૈયદોએ સતપંથીઓ ને બ્રાહ્મણ દ્વારા કરાવવામાં આવતી પુજા કે લગ્ન વિધિ ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. જે સજ્જડ રીતે પળાવવામાં આવતો. અરે અમારા પુર્વજોને વહિવંચા રાખવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.

સતપંથના અનુયાયીઓમાં શાસ્ત્રીય હિંદુ લગ્ન વિધીની જગ્યાએ પીરાણા પંથના નીમાયેલા કાકાના વડે કલમા(દુઆ)ના પાઠ પઢીને લગ્ન કરાવવામાં આવે છે અને આ લોકો મૃત શરીરને જમીનમાં દફનાવે છે. તથા લગ્ન અને મરણ ઉપરાંત એવી ઘણી ક્રિયાઓ છે જે આપણને તે મુસ્લિમ હોવાના ચોખ્ખા સંકેત આપે છે.

સતપંથ – પીરાણાંપંથ પાળતા લોકો ચોખ્ખા ઇસ્લામી રિવાજો પાળે છે અને પોતાને હિન્દુ કહેડાવે છે. આ લોકોએ ઘણાં સંતો, મહંતો, મહામંડલેશ્વરો, પંડિતો, પોલિસો, નેતાઓને રીતસરના ખરીદી રાખ્યા છે. જેનો ઉપયોગ સતપંથના વિરોધીઓને સામ-દામ-દંડ-ભેદની નીતિથી પરાસ્ત કરવા માટે થાય છે.

હિન્દુઓના હિતની મોટી-મોટી વાતો કરતી સંસ્થા વિશ્વ હિંદુ પરિષદ ને પણ આ લોકોએ કરોડો આપીને પોતાના હાથમાં રાખી છે. મારી જ્ઞાતિના લોકો ને ચુસી-ચુસીને ભેગુ કરવામાં કરવામાં આવેલ મોટુ નાણાકીય ભંડોળની પીરાણાં સંચાલકો દ્વારા ગમે તેને લ્હાણી કરવામાં આવી રહી છે.

દુનીયાના કોઇ પણ ખુણાંમાં જઇને સતપંથનો અર્થ શોધો તો તેમાં તે ઇસ્લામી નિઝારી પંથનો ભાગ છે તેવું જ જાણવા મળશે છતાંયે આપણી અખિલ ભારતીય હિન્દુ સંત સમિતિ તેને સંપુર્ણ હિન્દુ હોવાનુ પ્રમાણપત્ર આપીને છાવરે છે, જો કે સંતસમિતિને અહી બહુ મોટો આર્થિક લાભ મળ્યાના પણ મજબુત પુરાવાઓ છે. આખરે પીરાણા-સતપંથ એક ભ્રષ્ટ પંથ છે જે વાસ્તવિકતાને કોઇ નકારી નહી શકે.

સતપંથીઓ પોતાના પંથને અથર્વવેદ આધારીત કહે છે અને અહી એ ચોખવટ કરી દઉ કે સતપંથનો પોતાનો “ખાસ” અથર્વવેદ છે જે ઇમામશાહે લખેલ છે. જેમા મડદા દફનાવવાને કળિયુગની ઉત્તમ ક્રિયાના રુપમાં ઓળખાવી છે. આ ઉપરાંત સતપંથીઓ જે ગીતાને અનુસરે છે તેને “સતપંથની ગીતા” કહેવાય છે. તે પણ ઇમામશાહ રચિત છે. આ સતપંથી શાસ્ત્રોને હિન્દુ સનાતન ધર્મના મુળ શાસ્ત્રો સાથે કોઇ જ સંબંધ નથી. બધા શાસ્ત્રો એક પોકળ અને બદઇરાદાથી લખાયેલા છે. તેમાં કોઇ શંકા ન કરે તે જ કારણ માત્રથી તેના નામ હિંદુ શાસ્ત્રોના નામ પ્રમાણે રાખ્યા છે.

મારી જ્ઞાતિનો આ એક નગ્ન ઇતિહાસ છે. પણ સમય બદલાતા અને જાગૃતિ-સમજણ આવતા જ્ઞાતિનો મોટો ભાગ પીરાણાં પંથના દલદલ માંથી બહાર આવી શકયો છે જેના માટે જ્ઞાતિના વડવાઓ ના પ્રયાસો ખરેખર વંદનીય છે, છતાં હજુ પુરી સફળતા મળી નથી.

સતપંથના વિરોધ પછી તેમાં હજાર વાર સુધારાઓ થયા છે જે સાબિત કરે છે કે તેમાં પોલંપોલ છે. અન્ય હિન્દુઓને ભોળવવા આ લોકોએ હવે ઇમામુદ્દીનનું નામ બદલીને “ઇમામશાહ મહારાજ” બનાવી દીધા છે અને પોતાની હકિકત છુપાવવા ઇષ્ટદેવ તરીકે “ઇમામુદ્દીન” ના બદલે ઇમામશાહ રચિત દશાવતારના દસમા અવતાર નિષ્કલંકી કરી દીધા છે.

મિત્રો કદાચ આપને ખબર નહી હોય પણ એક વાત જાણવા જેવી છે કે આપણાં હિન્દુ શાસ્ત્રોમાં કયાંય નિષ્કલંકી નામનો ઉલ્લેખ નથી. આપણાં ધાર્મિક શાસ્ત્રોમાં ભવિષ્યમાં આવનાર દસમા અવતાર તરીકે કલકી અવતારનો ઉલ્લેખ છે. જયારે નિષ્કલંકી અવતાર એ માત્ર ઇમામશાહના ચાલાક ભેજાની પેદાશ છે.

મને મારી સમાજ માંથી સતપંથ – પીરાણાં નામના વર્ષો જુના કલંકને હંમેશા માટે મીટાવી દેવું છે અને તે જ મારો મુળ હેતુ છે. અત્યાર સુધી છુપાઇને રહેવાથી જ અહી સુધી લખી શક્યો છું.

આ બધુ અહી જાહેર કરીને મેં સેંકડો-હજારો દુશ્મનો બનાવી દીધા છે. આ લોકો મને શોધવા અને અટકાવવા માટે જમીન-આસમાન એક કરી રહ્યા છે. બની શકે છે કે હું ભવિષ્યમાં ન પણ હોઉ પણ મારા દ્વારા લખાયેલી આ બધી વાતો અને પુરાવાઓ અહી કાયમ રહેશે. આજે નહિ તો કાલે પણ આ પાપ અને જુઠ્ઠાણું છાપરે ચડીને પોકારશે જ.

આજના આટલા જ્ઞાન, માહિતી અને ઝડપના યુગમાં પણ મારી જ્ઞાતિના કેટલાક લોકો ઉપરાંત અન્ય ઘણી હિંદુ જ્ઞાતિના લોકો હજુ સતપંથને અનુસરે છે અને ઇમામશાહને પોતાના ઇષ્ટદેવ માને છે.

મિત્રો, એક ખાસ વાતની નોંધ લેજો કે સતપંથ મુળમાં ઇસ્માઇલી-નીઝારી પંથનો એક ભાગ છે જે ઘણાં લાંબા સમયથી ઘણાં મુસ્લીમ રાષ્ટ્રોમાં અસ્તિત્વમાં છે. મારા આ કાર્યનો હેતુ તે મુળ સંપ્રદાયને અપમાનિત કે વિરોધ કરવાનો નથી. મુળ મુસ્લીમ “સતપંથ” ધર્મને હું એક ધાર્મિક પંથ તરીકે સંપુર્ણ માન-સન્માન અને આદર યોગ્ય ગણું છું.

આપ સૌના સહકારની આશા છે. હવે તો મારી વાત આપને સમજાઇ હશે તેવી આશા છે. બીજી ઘણી વાતો છે જે અહી લખી શકાય પણ અત્યારે તે માટે પુરતો સમય નથી. જો આપ કંઇક વધુ જાણવા ઇચ્છતા હોવ તો મને ekvyakti@gmail.com પર લખી શકો છો.

Advertisements
ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s