Skip to content

શરુઆતથી અત્યાર સુધીનો અનુભવ

ફેબ્રુવારી 23, 2011

નમસ્તે મિત્રો,

મને અહી આવ્યાને લગભગ બે મહીના પુરા થવા આવ્યા છે. અત્યાર સુધી ઘણાં નાના-મોટા અનુભવો થયા છે, જે આજે આપની સાથે વહેંચવાની ઇચ્છા છે. પહેલા તો મને વાસ્તવિકતાની થોડી જ જાણકારી હતી તથા હિંદુ સમાજમાં પ્રસરી રહેલી વિધર્મીઓની છેતરપીંડીના વિરોધ અંગે ઘણી માનસિક ગડમથલ પણ ચાલી રહી હતી. વિરોધ તો કરવો જ છે પણ કઇ રીતે તે સમજાતુ નહોતું.

એકવાર એક મિત્રએ મને સલાહ આપી કે ઇંટરનેટ તથા બ્લોગ દ્વારા માહિતિને લોકો સાથે વહેંચવી જોઇએ. તેમ જણાવી ને ઇંટરનેટના ઉપયોગની પ્રાથમિક જાણકારી આપી અને બ્લોગ શરુ કરવા માટે ઘણી મદદ પણ કરી. આમ, માત્ર એક નૈતિક ફરજના ભાગ રુપે અને હિંદુ આસ્થાળુઓ ના હિતાર્થે લખવાનું શરું કર્યું હતું. અત્યારે તો તે મિત્રનું નામ અહી લખી શકુ તેમ નથી પરંતુ તેની મદદ બદલ હું તેનો સદાય ઋણી રહીશ. ગુજરાતીમાં લખવાની વધુ ફાવટ ન હોવાથી કદાચ કયાંક વાકય-રચના કે જોડણી મા ભુલ નો અવકાશ રહે છે તેથી આપ વાચક મિત્રો ને વિનંતી કે તે બદલ ક્ષમા કરશો.

આ બ્લોગ શરું કરતાં પહેલા મને વાચકો તરફથી આટલા પ્રતિસાદનો ખ્યાલ નહોતો. ખરેખર, આપના પ્રતિસાદ દ્વારા વધુ હકિકત બહાર લાવવાનો જોશ અને શક્તિ મળી છે તેમ કહુ તો તેમાં કંઇ ખોટુ નથી અને તે બદલ આપનો ઘણો આભાર માનુ છું. કેટલાક મિત્રોએ અન્ય જગ્યાએ ચાલી રહેલ આવી વટાળ પ્રવૃતિ તરફ ધ્યાન પણ દોર્યું છે, તેમની વેદના સાચી છે અને આપને મારાથી બનતી મદદની પુરી ખાતરી આપુ છું પણ તેમની વિનંતી છતાં તે માહિતી અહી ન સમાવવા બદલ તેમની સૌની માફી ઇચ્છું છુ, કેમ કે તે બધી માહિતીને અહી સમાવવાથી કદાચ વિષયાંતર થશે અને આપણે મુળ વિષયને સંપુર્ણ ન્યાય નહી આપી શકીએ. પરંતુ ભવિષ્યમાં કોઇ અન્ય બ્લોગ દ્વારા તે વિશે જરુર વિચારીશ અને તે અંગે સંશોધન પણ કરીશ. જો તેમાં સામાન્ય લોકો સાથે છેતરપીંડી જણાશે તો તે બધી માહિતિને જાહેરમાં લાવી ને કંઇક સમાજ-સેવા કરવાની તક મળ્યાનો આનંદ થશે.

જો કે એમ તો ન જ કહી શકાય કે મને સંપુર્ણ હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે, કેમ કે મને ઘણી સારા સંવાદો-માહિતીની સાથે-સાથે ધમકીઓ તથા અશિસ્ત ભાષામાં લખાયેલા ઇમેઇલ પણ મળ્યા છે. મે તેમને જવાબમાં મારા દ્વારા રજુ કરવામાં આવેલા પુરાવાઓની જાત ખરાઇ કરવા જણાવ્યું છે, પરંતુ અગાઉ કહ્યું છે તેમ કેટલાક લોકો ખરેખર નથી ઇચ્છતા કે વાસ્તવિકતા બહાર આવે.

અત્યારે તો આશા રાખીશ કે ભગવાન તેમને સબુધ્ધિ આપે. હું મારુ આરંભેલુ કાર્ય પુરુ કરવા કટીબધ્ધ છું. ટુંક સમયમાં નવી પોસ્ટ દ્વારા આપને પીરાણાં માં કરવામાં આવતી પુજા વિધિના કેટલાક અંશ રજુ કરીશ.

આપના સદાય સહકારની આશા સહ..

આવજો.

Advertisements

From → અન્ય

ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s