Skip to content

સરકારી દસ્તાવેજો, ઇતિહાસ અને પાઠ્ય-પુસ્તકોમાં પીરાણાં અને ઇમામશાહની હકિકત

ફેબ્રુવારી 16, 2011

નમસ્તે મિત્રો,

સમય મળ્યે નવા-નવા પુરાવાઓ રજુ કરતાં રહેવાનો મારો ક્રમ હું જાળવી રાખવાનો પુરો પ્રયત્ન કરું છું. વાચકોના ચોટદાર મંતવ્યો અને રજુઆતો મારા માટે એક નવું જ પ્રેરક-બળ પુરુ પાડે છે.

આજની આ પોસ્ટમાં આપને ગુજરાત સરકાર પાઠય પુસ્તક મંડળ દ્વારા બહાર પાડવામાં આવતી પુસ્તકમાં જણાવેલ વિગતો તરફ ધ્યાન દોરવું છે. રાજ્ય બોર્ડના ધોરણ-૧૨ના “ભારતીય સંસ્કૃતિ”ના Chapter-૩ “ભારતમાં ઇસ્લામનું આગમન” માં ચોખ્ખુ જણાવેલું છે કે ઇમામશાહ પીરાણાવાળા, જે મુસ્લિમ શિયા સંપ્રદાયના હતા. તેઓએ કણબી, ખારવા, લોહાણા અને કોળી જાતિના લોકોને ઇસ્લામ તરફ આકર્ષ્યા હતા.

આ પુસ્તક સરકાર દ્વારા છપાવવામાં આવે છે અને ખુબ રિસર્ચ તથા ખાતરી બાદ જ તેને અભ્યાસમાં સમાવવામાં આવે છે. આ પુસ્તકની માહિતિ પણ એક મજબુત અને ઠોસ પુરાવો છે કે ઇમામશાહનો ધર્મ એક ઇસ્માઇલી ધર્મ છે.

આપ ને અત્રે ખાસ જણાવવાનું કે “શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ” દ્વારા પીરાણા પંથને સમગ્ર સમાજના સભ્યો માટે અને હિંદુ સનાતન ધર્મ તરીકે અયોગ્ય ગણાવવામાં આવ્યો છે અને જ્ઞાતિ અધિવેશનમાં સમાજના કેટલાક સભ્યો દ્વારા પાળવામાં આવતા અર્ધ-દગ્ધ કબ્રસ્થાની પંથને સમાજ બહાર કાઢી નાખવા માટે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે. જો કોઇ સભ્ય સમાજના આ ઠરાવનું ઉલ્લંઘન કરે તે સભ્ય અને તેના પરિવારનું સભ્ય પદ રદ કરવાનો ઠરાવ પણ ઉમેરવામાં આવ્યો છે.

હવે જેઓ વાસ્તવિકતા સુપેરે જાણે છે તેઓને વધુ પુરાવાની જરુરિયાત નથી, પણ જેઓ ને આ બધી વિગત જાહેર ન થાય તે માટે કોઇ અંગત સ્વાર્થ છે તેઓ આ બધી હકિકત જાહેરમાં આવે તેવું કયારેય ઇચ્છતા નથી એટલે તો તેઓ પૈસા અને પાવરનો ઉપયોગ વિરોધીઓને હરાવવા કરી રહ્યા છે.

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા છપાયેલ પુસ્તકમાં ઇસ્લામના આગમન વિશે અને ઇમામશાહ પીરાણાવાળા વિશેની માહિતિ નીચે જોઇ શકો છો.

[ See from Page No. 2 ]

( જો આપ ઉપરની વિગત જોઇ ન શકતા હોવ તો અહી કલિક કરો )

આપના અમુલ્ય મંતવ્યો અને અગત્યની જાણકારીઓ મોકલતા રહેશો.

આભાર.

Advertisements
ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s